અક્સ્માત:પાવડીમાં બાઇકની ટક્કરે છ વર્ષિય બાળકનું મોત

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના પાવડી ગામે મુવાળી ફળિયાના છ વર્ષિય મીનેશભાઈ દિલીપભાઈ ભાભોર૨૬મી મેના રોજ ઘરેથી બજારમાં શાકભાજી લેવા નીકળ્યો હતો. મોટરસાઈકલના ચાલકે પુરઝડપે ચલાવીને મીનેશને અડફેટમાં લીધો હતો.ઘાયલ મીનેશભાઈને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. પિતા દિલીપભાઈની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...