ફરિયાદ:દાહોદમાં સગીરાને ભગાડતાં પૂછવા ગયેલા પિતા-કુટુંબી સાથે બોલાચાલી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરુણીના પિતાની યુવક, તેના પિતા અને કાકા વિરુદ્ધ ફરિયાદ

દાહોદ જિલ્લાના લવારીયા ગામનો યુવક 14 વર્ષની તરૂણીને પત્ની તરીકે રાખવા અપહરણ કરી જતાં તરૂણીના પિતાએ યુવકને ઘરે જઇ છોકરી સોપવાની વાત કરતાં યુવકના પિતાએ તથા કાકાએ તમારી છોકરી સોંપવાની નથી કહી બોલાચાલી કરી ભગાવી મુક્યા હતા. આ સંદર્ભે સાગટાળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દેવગઢ બારિયા તાલુકાના લવારીયા ગામનો રમેશ પુજા બારીયા તા.2 જૂનના રોજ બપોરના સમયે તાલુકામાંથી એક 14 વર્ષ અને 1 મહિનાની સગીરાને પટાવી ફોસલાવી બળજબરીથી પોતાની પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપાણામાંથી અપહરણ કરી લઇ નાસી ગયો હતો.

આ બાબતણી જાણ થતાં તરૂણીના પિતા તથા કુટુંબના માણસો રમેશના ઘરે છોકરીની તપાસ કરવા જતાં રમેશના પિતા પુંજા ચેમા બારીયા તથા માનસીંગ ચેમા બારીયાને છોકરી સોંપી દેવાનું જણાવતાં તમારી છોકરીને અમારો છોકરો પત્ની તરીકે રાખવા માટે લઇ આવ્યો છે અને તમને પરત નથી સોંપવાની તેમ કહી બોલાચાલી કરી ભગાવી મુક્યા હતા. જેથી આ સંદર્ભે તરૂણીના પિતાએ રમેશ પુજા બારીયા તથા તેના પિતા અને કાકા વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...