કાર્યવાહી:બારિયામાં શાળાએ ગયેલી‎ સગીરાનું અપહરણ કરાયું‎

દાહોદ‎13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફતેપુરા તાલુકાની 15 વર્ષિય સગીરા મામલે અપહરણનો ગુનો દાખલ‎

દેવગઢ બારિયામાં શાળાએ ગયેલી‎ એક કિશોરીનું લગ્ન ઇરાદે‎ અપહરણ કરી જવાયુ હતું. તપાસ‎ બાદ યુવક રીછવાણી ગામનો‎ હોવાનું જણાતા દેવગઢ બારિયા‎ પોલીસે તેની સામે ગુનો દાખલ‎ કરીને કાર્યવાહી હાથ ધરી છે.‎ ઘોઘંબા તાલુકાની 15 વર્ષિય‎ કિશોરી દે. બારિયાની એક‎ શાળામાં ભણતી હતી. 26મી‎ તારીખે તે ઘરેથી શાળાએ જવા‎ નીકળી હતી પરંતુ રીછવાણી‎ ગામના બાવા ફલિયાનો મુકેશ‎ કનુ પટેલિયા નામક યુવક આ‎ કિશોરીનું લગ્ન કરવાના ઇરાદે‎ અપહરણ કરી ગયો હતો.‎

બપોરના 3 વાગ્યા સુધી કિશોરી‎ ઘરે નહીં પહોંચતાં પરિવારના‎ લોકોએ શોધખોળ આદરી હતી.‎ તપાસ દરમિયાન કિશોરીનું‎ અપહરણ મુકેશે કર્યુ હોવાનું સામે‎ આવ્યુ હતું. ત્યારે આ મામલે‎ કિશોરીના પિતાની ફરિયાદના‎ આધારે દેવગઢ બારિયા પોલીસે‎ ગુનો દાખલ કરીને બંનેની‎ શોધખોળ હાથ ધરી છે.

આ સાથે‎ ફતેપુરા તાલુકા માંથી પણ 15‎ વર્ષિય કિશોરી 25મી તારીખની‎ સવારે રહસ્યમય સંજોગોમાં ગુમ‎ થઇ ગઇ હતી. શોધખોળ બાદ‎ તેનો પણ પત્તો મળ્યો ન હતો. આ‎ કિશોરીનું પણ લગ્ન ઇરાદે‎ અપહરણ કરાયુ હોવાની‎ આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે.‎ સુખસર પોલીસે અજાણ્યા વ્યક્તિ‎ સામે અપહરણનો ગુનો દાખલ‎ કરીને તપાસ શરૂ કરી છે.‎

અન્ય સમાચારો પણ છે...