દોડતી જીપ સળગી:દાહોદના લીમખેડા પાસે હાઈવે પર રાત્રે દોડતી સફારી જીપ સળગી ઉઠી ,પિતા-પુત્રનો આબાદ બચાવ

દાહોદ2 મહિનો પહેલા
  • આગ લાગતાં જીપ ઉભી રાખી બંન્ને ઉતરી ગયા, પેટ્રોલિંગમા નીકળેલી ટ્રાફિક પોલીસ પણ દોડી આવી બે દિવસ પહેલા ગરબાડામા વાન સળગી હતી, સપ્તાહમાં બીજી ઘટના

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં પાણિયા ગામે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે ઉપર ટાટા સફારી ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના પ્રયાસથી ગાડીમાં સવાર પિતા-પુત્રનો જીવ બચી ગયો હતો. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં પાણિયા ગામ પાસે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે ઉપર ગત રાત્રિના સમયે અચાનક રોડ ઉપર દોડતી ટાટા સફારી ડીઝલ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તેને કારણે ગાડી બળીને ભસ્મી ભૂત થઈ ગઈ હતી. જોકે, દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસની સમય સૂચકતા અને હાજરીના કારણે ગાડીમાં સવાર પિતા પુત્રનો આબાદ બચાવ કરાયો હતો.

ગાડી ચાલક અને તેના પુત્રએ પણ સાવચેતી રાખી ગાડીને રોડની સાઇડ ઉપર ઊભી રાખતા જ ગાડી આગની ઝવાળાઓમાં ફેરવાઇ ગઈ હતી અને જો જોતામા જીપ ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આજુ બાજુના વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવી આજુ બાજુમાંથી પાણી ભરીને ગાડી ઉપર છટકાવ કર્યો હતો. ત્યારબાદ દેવગઢ બારિયા ફાયરને પણ જાણ કરવામાં આવી હતી ફાયર ઘટના સ્થળે પહોચે તે પહેલાજ કાર બળીને ખાક થઈ જવા પામી હતી.

દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ પણ હાઇવે ઉપર નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. તેવા સમયે તેમણે મેસેજ મળતાની સાથેજ ઘટના સ્થળે દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ આગની ઘટનામાં કોઈ પણ જાન હાનિ થઈ નથી. જેથી સૌએ હાશકારો અનુભવ્યો છે. આગ લાગવાનુ કારણ અકબંધ રહેવા પામ્યું છે. તેમજ આગની ઘટનામાં કોઈ પણ વ્યક્તિની જાનહાનિ કે ઇજાઓ થવા પામી ન હતી. બે દિવસ પહેલા જ ગરબાડામા ઉભેલી સીએનજી વાનમા આગ ફાટી નીકળી હતી. તે વાન પણ ખાલી જ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આમ આ સપ્તાહમા જ વાહનમા આગ લાગવાની બીજી ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...