કાર્યવાહી:આંકલી ગામના જંગલમાંથી બાઇક ઉપર દારૂ લઇ જતો ખેપિયો ઝડપાયો

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ 49,920નો દારૂ-બાઇક મળી81,920નો મુદ્દામાલ જપ્ત
  • પોલીસને જોઇ મોટર સાઇકલ ફેંકી ભાગવા જતાં પકડાયો

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફના માણસો રવિવારના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પી.એસ.આઇ.ને નાડાતોડ જંગલમાંથી એક વ્યક્તિ મોટર સાયકલ ઉપરકંતાનના થેલાનું લગડુ બનાવી તેમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરી જંગલમાં થઇ બામરોલી તરફ જવાનો હોવાની બાતમી મળતાં આંકલી ગામે જંગલમાં પગદંડી રસ્તાની બાજુમાં ઝાડી ઝાખરામાં સંતાઇ વોચમાં હતા.

ત્યારે જંગલમાં પગદંડી રસ્તા ઉપર નાડાતોડ જંગલ બાજુથી એક મોટર સાયકલ આવતાં એકદમ ઝાડી ઝાખરામાંથી બહાર નીકળેલી પોલીસને જોઇ ખેપિયો મોટર સાયકલ મુકી નાસવા જતાં પોલીસે પીછો કરી દેવગઢ બારિયાના બામરોલી ગામના વિક્રમ રમેશ પટેલને પકડી પાડ્યો હતો. મોટર સાયકલ ઉપર લાગેલા કંતાનના લગડામાં તપાસ કરતાં બીયર ટીનની 5 પેટી જમાં કુલ ટીન 120 તથા 180 મિલીના ક્વાટરની 8 પેટી મળી કુલ 49,920 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો તથા 20 હજારની કિંમતની મોટર સાયકલ મળી કુલ 81,920 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયાની ધરપકડ કરી તેની સામે દારૂનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...