તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દેગાવાડામાં વહુને તેડવા ગયેલા પિતા-પુત્રને મારી 38,000ની લૂંટ

દાહોદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હાથનું ભોરિયું તથા વીંટીની લૂંટ, સાસુએ પણ જમાઇને માર્યો
 • એક મહિલા સહિત ચાર સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંદરપુરા ગામે રહેતા મોહનભાઇ રામસીંગભાઇ હરીજન તથા તેમનો છોકરો રોહીત તારીખ 30મીના રોજ બપોરના સમયે છોકરાની પત્નીને મનીષાબેનને પિયર દેગાવડા ગામે તેડવા માટે ગયા હતા. છોકરાની સાસરીમાં ચા પાણી કરી બેઠા હતા. ત્યારે રોહીતનો કુટુંબી સાળો અર્જુન કલસીંગ હરીજને મોહનભાઇનો હાથ પકડી પાડી મો ઉપર એક ઝાપટ મારી દીધી હતી તેમજ નટવર ભયલા હરીજને પણ ગડદાપાટુનો માર માર્યો હતો.

આ દરમિયાન મનીષાબેનની માતા જેન્તાબેન પણ ગાળો બોલતા જઇ આવી જમાઇ રોહીતને ગડદાપાટુનો માર મારવા લાગેલા અને મારામારી દરમિયાન મોહનભાઇ હરીજને પહેરેલ ચાંદીનું આશરે કિંમત રૂપિયા 24,000નું ભોરીયુ તથા સોનાની વિટીં આશરે કિમત રૂપિયા 14,000ની મળી કુલ રૂપિયા 38,000ની કાઢી લઇ લૂંટ કરી હતી. વધુ બોલાચાલી થતાં આજુબાજુમાંથી લોકો આવી જતાં પિતા-પુત્રને વધુ મારથી છોડાવ્યા હતા અને બન્ને જણા મોટર સાયકલ લઇને ત્યાંથી નિકળી ગયા હતા.

આ દરમિયાન પિતા-પુત્રને ઇજાઓ થતાં 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ સંદર્ભે મોહનભાઇ રામસીંગભાઇ હરીજને ચાર સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો