દારૂ:કુંડાથી વેફરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

સંજેલી‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક સહિત 6 સામે LCB પોલીસે ગુનો દાખલ કર્યો
  • વિવિધ બ્રાન્ડના દારૂનો 236000ન‍ો જથ્થો ઝડપ્યો

સંજેલી તાલુકાના કુંડા ગામેથી મારૂતિમાં વેફરના પડીકાની આડમાં લઈ જવાતો વિવિધ બ્રાન્ડની ટીન બિયરનો રૂ 2,36,820નો મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે પાયલોટિંગ વાહનના ચાલકો, જથ્થો મંગાવનાર જથ્થો આપનાર સહિત 6 સામે LCBએ સંજેલી પોલીસ મથકે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

એક સીલ્વર કલરની GJ-21-M-5756 નંબરની મારૂતિમાં વેફરના પડીકાની આડમાં દારૂનો જથ્થો ભરી અને સંજેલી તરફ નીકળી અને તેની પાયલોટીંગ માટે વગર નંબરની સ્વિફ્ટ કાર સાથે નીકળી હોવાની બાતમી એલસીબીને મળી હતી. ગુરૂવારના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં સંજેલી તાલુકાના કુંડા ગામે રંગલી ઘાટીમાં LCBએ પોતાનું વાહન રસ્તા પર આડુ કરી ઉભા હતા.

તે દરમ્યાન પાયલોટીંગ વાળી સ્વિફ્ટ ગાડી રોડની સાઇડમાં ઉતારી અને નાસી છૂટયો હતો. જ્યારે દારૂ લઈ આવતી મારુતિ વાન અને ચાલકને પોલીસે ઝડપી પાડી કારમાં તપાસ કરતા વેફરના પડીકાની આડમાં ટીન બીયરની અને ઈંગ્લીશ દારૂની બોટલ નં 1416 જેની કિંમત રૂ. 136320 મોબાઈલ 500 અને મારુતિ વાનની કિંમત 100000 મળી કુલ 2,36,820 ના મુદ્દામાલ મળ્યો હતો. કાર ચાલક નેનકી ગામનો શંકરભાઇ પારસીંગ પલાસને ઝડપી પાડી જથ્થો મંગાવનાર ધર્મેશ પુનાભાઇ ડામોર, મુકેશ મણીલાલ રાઠોડ, સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરનાર ઉપેન્દ્ર કાળુ ભેદી, શિલ્પ ચારેલ તેમજ જથ્થો આપનાર રાજસ્થાન ભીલકુવાનો ઠેકેદાર સહિત છ સામે એલસીબીએ દારૂનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...