કાર્યવાહી:ભથવાડામાં સંતાડેલો દારૂ તથા બિયરનો જથ્થો ઝડપાયો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • LCBએ 39,360ની 336 બોટલો જપ્ત કરી

દાહોદ એલ.સી.બી. પોલીસે દેવગઢ બારિયાના ભથવાડામાં એક ઘરમાં રેઇડ કરી પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં સંતાડી રાખેલો 39 હજાર ઉપરાંતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઇ બી.ડી.શાહ, પીએસઆઇ એમ.એમ.માળી તથા સ્ટાફ પ્રોહીબિશનની પ્રવૃતિ કરનાર લોકો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતા. પીઆઇની સુચના મુજબ એલસીબી સ્ટાફ પીપલોદ વિસ્તારમા દારૂની પેટ્રોલિંગમા નિકળ્યા હતા.

ત્યારે ભથવાડાનો રાજુભાઇ મુળાભાઇ પટેલ મકાનની પાછળના ભાગે ખુલ્લામાં દારૂ તથા બિયરનો જથ્થો લાવી સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી રેઇડ કરી દારૂ તથા બિયરના ટીન મળી કુલ 336 બોટલો જેની કિંમત 39,360 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજુ મુળા પટેલ વિરૂદ્ધ પીપલોદ પોલીસ મથકમાં દારૂનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...