કાર્યવાહી:દાહોદથી 20 કિલો ગૌ માંસનો જથ્થો ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદની ગૌરક્ષા દળની ટીમને મળેલી બાતમી આધારે પોલીસે કસ્બા વિસ્તારમાં તપાસ કરતા ઘરમાંથી 20 કિલો ગૌમાંશનો જથ્થો તથા કતલમાં વપરાયેલ હથિયારો મળી આવ્યા હતા. એફ.એસ.એલ.માં ગૌમાંસ હોવાનું પૃથ્થકરણ થતાં કસાઇ સામે દાહોદ શહેર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદની ગૌરક્ષા દળ ટીમને તા.8 જૂનના રોજ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમા એક મકાનમા ગાયોની કતલ કરવામાં આવી હોવાની બાતમી મળી હતી. આની જાણ દાહોદ શહેર પીઆઈ વી.પી.પટેલને જાણ કરતા જયદીપભાઇ બારીયા, કનુભાઇ બાંભા, દીપકભાઇ કટારા, જીતુભાઇ વણઝારા, જયંતિભાઇ સહિતના સ્ટાફ સાથે કસ્બામા કસાઈના ઘરે દરોડો પાડી 20 કિલો માસનો જથ્થો કતલ માટે વપરાયેલા ઓજારો જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા માસનું સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલતાં તા.10મીના રોજ તેના રિપોર્ટમા ગૌમાસ હોવાનું ફલિત થતાં દાહોદ શહેર પોલીસે સમીર શબ્બીર શેખ વિરૂદ્ધ ગુનો નોંધી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...