વિવાદ:જુની અદાવતમાં પિતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલો, ચાર યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ તાલુકાના બોરવાણી ગામે જુના ઝઘડાની અદાવત રાખી ચાર યુવકોએ ભેગા મળીને પિતા-પૂત્ર ઉપર કુહાડી વડે હુમલો કરીને તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી. બોરવાણી ગામે ં લક્ષ્મણભાઈ ચેતનભાઈ કિશોરી, રાકેશભાઈ ચેતનભાઈ કિશોરી, કમલેશભાઈ કાનજીભાઈ કિશોરી, ચેતનભાઈ સુરપાળભાઈ કિશોરી જુના ઝઘડાની અદાવતમાં ભેગા મળીને ગામમાં રહેતાં સીસકાભાઈ વરસીંગભાઈ બીલવાળ પાસે ધસી ગયા હતાં. બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તે અમારા વિરૂધ્ધમાં તમોએ પોલીસમાં ફરિયાદ કેમ કરી હતી તેમ કહેતાં બોલાચાલી થઇ હતી.

જેમાં અતિ આવેશમાં આવેલા યુવકોએ કુહાડી તેમજ લાકડી વડે સીસકાભાઈ તથા તેમના પુત્રને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત સીસકાભાઈ વરસીંગભાઈ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...