• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Police Complaint Has Been Lodged Against Two Brothers Who Came To Their House In Fatehpura's Mota Natwa To Give Chandlo To Their House

જૂના ઝઘડાની અદાવતે હૂમલો:ફતેપુરાના મોટા નટવામાં બે ભાઇઓએ તેમના ઘરે ચાંદલો આપવા આવેલા બે લોકોને માર મારતાં પોલીસ ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારિયાની પુંઠ મારી ગડદાપાટુ કરતાં સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે અગાઉના ઝઘડાની અદાવતે તકરાર થઈ હતી. બે ઈસમોએ બે વ્યક્તિઓને ધારીયાની પુંઠ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ફતેપુરાના મોટા નટવા ગામે રહેતા મગનભાઈ તથા રાહુલભાઈ પોતાના ગામમાં રહેતા અશ્વિન કાનાભાઈ ચરપોટ તેના ભાઈ શૈલેષ કાનાભાઈ ચરપોટના ઘરે ચાંદલાના પૈસા આપવા માટે ગયાં હતાં. જ્યાં અગાઉના ઝઘડાની અદાવત રાખી અશ્વિન અને શૈલેષે મગનભાઇ તથા રાહુલભાઈને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.

આ સિવાય શખ્સોએ ધારીયાની પુંઠ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે-પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી આ આ સંબંધે મોટા નટવા ગામે કેશર ફળિયામાં રહેતાં મીનાક્ષીબેન રાહુલભાઈ ચરપોટે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...