અકસ્માત:મોટીખરજમાં ટ્રકે અડફેટેમાં ઘાયલ થયેલા વ્યક્તિનું મોત

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

મોટી ખરજમાં ઘર‌નો સામાન ખરીદી પરત પગપાળા જતાં વ્યક્તિને પીકઅપ ટ્રકે એડફેટેમાં લેતાં માથામાં તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મોટી ખરજ ના જવાભાઇ મીનામા શનિવારે બપોરે દાહોદ બજારમાં ઘરઘથ્થુ સામાન લેવા માટે ગયા હતા. ત્યારે સામાન ખરીદી કરી પરત આવતાં હતા. તે દરમિયાન મોટી ખરજ પાસે પગપાળા ઘરે આવતાં હતા.

તે દરમિયાન નંબર વગર એક સફેદ કલરની મહેન્દ્ર સુપ્રો પ્રોફિટ પીકઅપ ટ્રકના ચાલકે પોતાના તાબાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી લાવી જવાભાઇને ટક્કર મારી અકસ્માત કરી નાસી ગાડી મુકી નાસી ગયો હતો. અકસ્માતમાં જવાભાઇને માથામાં તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં કાનમાંથી લોહી નિકળતાં તેમનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જવાભાઇને દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબે જવાભાઇને તપાસની મૃત ઘોષિત કર્યા હતા. અકસ્માત સંદર્ભે પીકઅપ ટ્રકના ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...