ધરપકડ:ઘરફોડ ચોરીના ૩ ગુનામાં 6 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાપડીના ફારૂકને એલ.સી.બી.એ ઘરેથી દબોચી લીધો
  • બારીયા, ગરબાડામાં ઘરફોડ ચોરીમાં આરોપી ફરાર હતો

દેવગઢ બારિયા તથા ગરબાડામાં ઘરફોડ ચોરીના ત્રણ ગુનામાં છ વર્ષથી નાસતા ફરતાં કાપડી વિસ્તારના આરોપીને બુધવારે એલ.સી.બી.એ તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને દેવગઢ બારિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

જિલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી તેમજ દારૂ તથા અન્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન બુધવારના રોજ એલ.સી.બી., પીઆઇ એમ.કે.ખાંટની સુચમાં પોસઇ એમ.એફ.ડામોર, તથા સ્ટાફની ટીમ દેવ.બારીયા વિસ્તારમા કાર્યરત હતી.

તે દરમિયાન દેવ.બારીયા પોલીસ મથકમાં 2 અને ગરબાડામાં 1 મળી ત્રણ ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલ છ વર્ષથી નાસતો ફરતો આરોપી દેવગઢ બારિયાના કાપડીનો ફારુક રસુલ ભીખા તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને કાર્યવાહી માટે દેવ.બારીયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...