હવસખોરે હદ વટાવી:સંજેલી તાલુકાના શખ્સે કુટુંબી પરિણીતા પર જ દુષ્કર્મ ગુજાર્યુ, પીડિતાએ હિંમત કરી છ મહિના પછી ફરિયાદ નોંધાવી

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિતાએ આશરે 6 માસ બાદ ફરીયાદ નોંધાવી
  • સંજેલી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સંજેલી તાલુકાના એક ગામના યુવકે તેના જ ફળીયામાં રહેતી તેના જ કુટુંબની પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના પગલે હવસખોર સામે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી

પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી તાલુકામાં રહેતો શૈલેષ જોતીભાઈ ચંદાણા ગત તા. 23 નવેમ્બરના રોજ રાત્રીના 11 વાગ્યાના સુમારે તેના જ ફળીયામાં રહેતી તેના જ કુટુંબની 27 વર્ષીય પરિણીતાના ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમે તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારી આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ પણ આપી હતી.

ઘટના અંગે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

આ ધમકીથી ડરી ગયેલી પરિણીતાએ તે વખતે પોલીસમાં ફરીયાદ નોંધાવી નહોતી. પરંતુ ત્યારબાદ હિમ્મત કરી તે પરિણીત મહિલાએ ઘટનાના સાડા છ માસ બાદ ગઈકાલે શુક્રવારે સંજેલી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ચંદાણાના મુવાડા ગામના નિશાળ ફળીયામાં રહેતા શૈલેષ જોતીભાઈ ચંદાણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...