આયોજન:પોષણ માસ અંતર્ગત લોક - જાગૃતિ અર્થે પોષણ રેલી યોજાઇ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગત ગુરૂવારે યોજાયો હતો

દાહોદ જિલ્લામાં અત્યારે પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગત ગુરૂવારે યોજાયો હતો. જેમાં વાનગી નિર્દેશન, વૃક્ષારોપણ તેમજ જિલ્લા કક્ષાની પોષણ રેલીને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી સહિતના મહાનુભાવોએ જિલ્લા પંચાયત ભવન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં પોષણકર્મીઓએ ભાગ લીધો હતો. પોષણ રેલી સપ્ટેમ્બર માસ દરમિયાન જુદા જુદા ગામોમાં યોજાશે અને લોકોને સુપોષિત આહારનો સંદેશો આપશે.તદ્દઉપરાંત પોષણ અંગે લોકજાગૃતિ આવે તે માટે કુપોષણ મુક્ત ગ્રામ પંચાયતનું સુત્ર મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકરોને આ અંગે જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલી બેઠકમાં અપાયું હતું. તેમજ દરેક ગ્રામ પંચાયત સુપોષિત બને એ માટે ઝુંબેશ ઉપાડીને કુપોષણ નાબુદીના સરકારના અભિયાનને જનજન સુધી પહોંચતું કરવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...