તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાહોદના માજી નગર પ્રમુખ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ ફટકારાઇ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી પ્રમુખ દ્વારા રૂ.5 લાખનો ચેક બેંકકર્મીની બેદરકારીથી ખોવાઈ ગયાનો આક્ષેપ કરાયો

દાહોદના પૂર્વ નગર પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ ગત તા.2-4-21 ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ.5 લાખનો ચેક નાંખીને તે ચેક સ્વીકાર્યાની બેંક કર્મીની સહી સાથેની પહોંચ પણ મેળવી હતી. બાદમાં તેમને તે ચેક સ્વીકૃત થયાની જાણ ના થતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેન્કના કર્મીની બેદરકારીથી ચેક ક્યાંક ખોવાયો છે એટલે તેમને છ દિવસ બાદ ફરીથી સત્વરે તા.8-4-’21 ના રોજ તે ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવીને રૂ.5 લાખનો નવો ચેક આપતા તેમનું કામ થયું હતું.

બાદમાં ગોપાલભાઈએ બેન્ક મેનેજમેન્ટને અરજી આપી જે તે બિન જવાબદાર કર્મીની સામે પગલાં લેવા જણાવ્યું હતું. પરંતુ, બેન્ક મેનેજરને પાઠવેલ પત્ર બાદ પણ એક માસ સુધી પણ કાર્યવાહી નહીં થયાની માહિતી મળતા તા.4-5-’21ના રોજ બેન્ક મેનેજરને નોટિસ પાઠવી જણાવ્યું છે કે પોતે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે ચેક સંદર્ભે બેન્ક તરફથી કોઈ જવાબ મળ્યો નથી. દિન:15માં બિનજવાદાર કર્મી સામે શું પગલાં લીધા તે જણાવી યોગ્ય કસુરવારને સજા અને વળતર આપવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું છે.

એસબીઆઇ બેંકનો બીજો કિસ્સો પણ રસપ્રદ છે
દાહોદની મિશન કામદાર સોસાયટીના રહીશ વિજયભાઈ ભાવસાર એસબીઆઇ દ્વારા પોતાની કોઈ નહીં હોવા છતાંય ક્રેડિટકાર્ડ ટપાલ મારફતે મળ્યું હતું. જેનો તેઓએ જરૂરત જ નહીં હોઈ કોઈ ઉપયોગ નહીં કર્યો હોવા છતાંય પ્રતિ માસે તેમના એકાઉન્ટમાંથી અનુક્રમે રૂ.500 અને 800 મળી રૂ.1300 લેખે કુલ રૂ.9000 કપાઈ જતા હોવાની જાણ થતા જ તેમને બેન્કને આ બાબતે જાણ કરી હતી અને ક્રેડિટ કાર્ડ સત્વરે બંધ કરવા જણાવ્યું હતું.

આ બાબતે બેન્ક મેનેજરે તેમને બેંકમાં બેઠેલા કાર્ડના એજન્ટનો સંપર્ક કરવા જણાવતા તેમને જાણવા મળ્યું હતું કે તેમનું કાર્ડ પ્લેટિનમ પ્રકારનું કાર્ડ છે. અને હજુ બીજા રૂ.13,000 ભર્યે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે.આ બાદમાં તેઓએ રૂ.13,000 પણ ભરી દીધા હોવા છતાંય તેમના ખાતામાંથી બીજા રૂ.569 કપાયા છે. મેનેજરને ફરિયાદ કરતા તે કહે છે કે અમારે ક્રેડિટકાર્ડ સાથે કોઈ લેવા દેવા નથી.એટલે વિજયભાઈએ પણ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી છે.

બેંકનું તંત્ર સુધરે તે જરૂરી છે
જો મારા જેવા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા સાથે બનેલ કિસ્સા બાદ પણ બેન્કનું તંત્ર કોઈ જવાબ આપવાની તસ્દી ના લેતું હોય તો સામાન્ય લોકો સાથે તો શું વ્યવહાર કરતા હશે તે વિચારવા જેવું છે! લોકોમાં શ્રદ્ધેય ગણાતી આવી અગ્રણી બેન્કનું તંત્ર સુધરે તે આપણા લાભમાં જ છે.>ગોપાલભાઈ ધાનકા

અન્ય સમાચારો પણ છે...