દાહોદ શહેરના સિંગલ ફળિયામાં બે દિવસ અગાઉ નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. તેની અદાવતે એક સમાજના 10 થી વધુ લોકોના ટોળાએ પ્રવેશ કરી કિન્નરના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ધિંગાણુ મચાવ્યું હતું. જે અંગે દાહોદ બી ડિવિઝન પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.
જૂની તકરારની અદાવતે હુમલો કર્યો
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના સિંગલ ફળિયા ખાતે કિન્નર શબાના કુંવર અને સપના રાજેશ સાંસી નામની મહિલા વચ્ચે તારીખ 11.3.2023 ની રાત્રિએ રોડ ઉપર ગાડી મુકવાની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. જે બાદ બન્ને વચ્ચે મારામારી થતા ઘટના સંદર્ભે કિન્નર શબાના કુંવર સહીત અન્ય ત્રણ લોકો વિરુદ્ધમાં બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ તકરારની અદાવતે ગત તારીખ 13.03.2023 ના રાત્રિના 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન શબાના કુંવરબાના ઘરના સામે રહેતા રવિ ભગા સાસી, જશોદાબેન રવિભાઈ સાસી, વિશાલ ઢેબરા સાસી પૂજાબેન વિશાલ ઢેબરા સાસી આ ચાર લોકો કિન્નર શબાના કુંવરના ઘરે આવ્યાં હતા. તમે લોકો અમારી સમાજના લોકોને કેમ ગાળો આપી માર માર્યો હતો તે બાબતને લઈને બોલા ચાલી થઈ હતી
અંધાધૂંધ રીતે તોડફોડ કરી આતંક મચાવ્યો
થોડીવારમાં આનંદ જબર સાસી, સચિન જબ્બર સાસી,વિષ્ણુ ડેબરાભાઈ સાસી, રાજેશ સજ્જનસિંહ સાસી, હર્ષદ રાકેશભાઈ ભાણા રોહન રાજેશ સાસી આ તમામ 10 લોકો મારક હથિયારો સાથે જાનથી મારી નાખવાની બૂમો પાડતા જઈને સબાના કુંવરના ઘર આગળ ધસી આવ્યાં હતા. પથ્થરમારો કરી તોડફોડ કરતા કિન્નર શબાના કુંવરે તેમના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારે ઉપરોક્ત ટોળાએ શબાના કુંવરના ઘરની બહાર લાગેલા 6 નંગ સીસીટીવીની તોડફોડ કરી હતી અને ઘરની બહાર લાગેલા પતરાના શેડનો લોખંડનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. સેડની નીચે મૂકી રાખેલી લોખંડની તિજોરી, લાકડાનું કબાટ સીલીંગ ઉપર લાગેલા ચાર પંખા સીસીટીવીનું સેટટોપ બોક્સ તેમજ દીવાલ ઉપર લગાવેલી એલઇડી ટીવી, ઈકો ગાડી Gj-20-AQ-9474ને લાકડીઓ તેમજ પથ્થરો મારી તોડી નાખવામાં આવી હતી. ઘર આગળ પાર્ક કરેલી એક મોટરસાયકલને પથ્થરો તેમજ લાકડીયો વડે તોડી નાખવામાં આવી હતી. GJ-20-w-5362 નંબરની રીક્ષાને પણ લાકડીઓ તેમજ પથ્થરો વડે તોડી નાખી તોડફોડ કરી આશરે 3,50,000 નું નુકસાન પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મંગળસૂત્ર તોડયું, ગાયને ફટકારી
સબાના કુંવરબાની ભાભી ખુશાલી સલીમ શેખનો ગાઉન પકડી તોડી નાખ્યું હતું અને તેના ગળામાં પહેરેલું મંગળસૂત્ર પણ તોડી નાખ્યું હતું. જતા જતા પતરાના સેડ નીચે બાંધેલી ગાયને પણ મારી હતી .ઉપરોક્ત બનાવ સંદર્ભે સબાના કુંવરબાએ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાઓ નોંધી અને તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.