હત્યા:દેવગઢ બારીઆના પીપલોદમાં આધેડ મહિલાને પાવડો ઝીકી હત્યા કરી હત્યારો ફરાર

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાસુ વહુ ઘરે હતા ત્યારે અચાનક આવેલા યુવકે સાસુ સાથે તકરાર કરી મોતને ઘાટ ઉતાર્યા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ઈસમે કોઈક કારણોસર એક આધેડ મહિલાને માથાના ભાગે તેમજ શરીરે ધારદાર પાવડાથી ઉપરા ઝાપરી ઘા ઝીંકી લોહીલુહાણ કરી સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ડાયરા ફળિયામાં રહેતો બાબુભાઈ સોનાભાઈ ડાયરા પોતાના ગામમાં રહેતાં લીલાબેન બળવંતભાઈ ડાયરાના ઘરે આવ્યો હતો .આ દરમ્યાન પોતાની સાથે ધારદાર પાવડો લઈને આવ્યો હતો. લીલાબેનની સાસુ લાલીબેન સાથે બાબુભાઈએ ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાની સાથે લાવેલ પાવડાથી લાલીબેનને માથાના ભાગે માર્યાે હતો અને શરીરે પણ પાવડાના ઘા મારતાં આ જાેઈ લાલીબેનની વહુ લીલાબેન આવી પહોંચતાં બાબુભાઈને કહેલ કે, કેમ મારો છો, તેમ કહેતાં ફરીવાર બાબુભાઈએ લીલાબેનને માથાના ભાગે તેમજ શરીરે, ખભાના ભાગે ઉપરા ઝાપરી ઘાર મારી લોહીલુહાણ કરી સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ સંદર્ભે લીલાબેન બળવંતભાઈ ડાયરાએ બાબુભાઈ સોનાભાઈ ડાયરા વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...