સેવા:તેલંગાણાની માનસિક અસ્થિર યુવતીને સખી વન સ્ટોપ દાહોદ દ્વારા વતન પરત પહોંચાડાઇ

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર અને એસ.પી મેદાને આવ્યા : 1283 કિમી દૂર સલામત લઇ જઇ પરિવારને સોંપાઇ

દાહોદ શહેરમાં છેલ્લા અઢી વર્ષથી ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદમાં કાર્યરત છે. દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેથી આશરે 20 વર્ષની માનસિક અસ્થિર યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે સલામતી, આશ્રય અને ઘર પરિવાર મળી રહે તે આશયે લાવવામાં આવી હતી. સેન્ટર ખાતે લાવ્યા બાદ આ યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતાં તે ભાષા ફેરને કારણે તથા ગભરાયેલી હોવાથી બોલી શકી ના હોય તેને તાત્કાલિક આશ્રય આપી યુવતીને શાંતિથી પૂછવાનો પ્રયત્ન કરતાં તે તેલગુ તથા અંગ્રેજી ભાષા જાણતી હોય તેના રાજ્યનું નામ તેલંગાણા જણાવેલ.

જેથી નિઝામબાદનો સંપર્ક કરી ટેલિફોનિક વાતચીત કરાવી હતી. પરંતુ તેમને પણ સરખો જવાબ આપી શકી ન હતી. તબીબી સારવાર અપાવ્યા બાદ તેની સ્થિતિમાં થોડો સુધારો આવતા તે તેલંગાણાના કોઠેગુંડેમના હોવાનું જણાવ્યુ હતું. જેથી કોઠેગુંડેમના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરાવી તેના ફોટો ત્યાંના દમપેટેના પોલીસને પણ પહોંચાડાયા હતાં.

જિલ્લા સેવા સદન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અધિકારીની કચેરી, દાહોદ દ્વારા મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પરેશ પટેલ દ્વારા કલેક્ટર ડૉ.હર્ષિત ગોસાવીને આ યુવતી બાબતે ચર્ચા કરી હતી. આ યુવતીને સલામત રીતે વતન પરત પહોંચાડવા એસ.પી હિતેશ જોયસરને રજૂઆત કરાઇ હતી. સખી વન સ્ટોપ સેન્ટર દાહોદના કેન્દ્ર સંચાલક અંકિતાબેન પલાસ ,સાથે બે કોન્સ્ટેબલ નામે ડોડીયા કોમલબેન તથા ભીલ ઘુઘાભાઈ ટ્રેન મારફતે 1283 કિલોમીટરનુ અંતર કાપી કોઠેગુંડેમના સખી વન સ્ટોપ સેન્ટર પહોચી યુવતિને તેના પરિવારને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...