દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન માટે સાંસદની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ સ્પર્ધાનું જિલ્લાની 6 સહિત સંતરામપુર વિધાનસભા બેઠક ખાતે આયોજન કરાયું છે. જેમા વિવિધ રમત ગમત સ્પર્ધાઓ યોજાનાર છે.ઑ
મહત્તમ ખેલાડીઓ ભાગ લે તે જરુરી: જશવંતસિંહ ભાભોર
સાંસદ ખેલ સ્પર્ધા આગામી તા. 21,22 અને 23 જાન્યુઆરીના રોજ યોજાશે. સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે એ માટે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું. આ રમતો દાહોદનાં એકલવ્ય સ્કુલ ખરેડી, ગરબાડાના પાંડુરંગ ઉત્તર બુનીયાદી શાળા, અભલોડ, ફતેપુરાના આઇ.કે. દેસાઇ હાઇસ્કુલ, દેવગઢ બારીયા રમત ગમત સંકુલ, જીએલ હાઇસ્કુલ સીંગવડ, એસઆરપી ગ્રુપ મેદાન પાવડી, ઝાલોદ, એસપી હાઇસ્કુલ સંતરામપુર ખાતે યોજાશે. જેમાં ત્રણ દિવસમાં વિવિધ રમતો જેવી કે, એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ ભાઇઓ, રસ્સા ખેંચની રમતો યોજાશે.
દેવગઢ બારીયામાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે
આ રમતોમાં વિજેતા ખેલાડીઓ ત્યારબાદ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની રમતો દેવગઢ બારીયાના રમત ગમત સંકુલ ખાતે તા. 24 અને તા. 25 જાન્યુઆરીએ યોજાશે. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, આર્ચરી, ક્રિકેટ, હોકી, સ્વિમિંગ, જુડો, કરાટે, કુસ્તી સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોમાં 16 વર્ષથી ઉપરના ખેલાડી ભાઇ બહેનો ભાગ લઇ શકશે. વિધાનસભા કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.