બેદરકારી:સંજેલી ગ્રામ પંચાયત ખાતે ચાર દિવાલ વચ્ચે સભા આટોપી લેવાઇ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર પાંચ મિનિટમાં ગ્રામ સભા આટોપી રવાના થયા

સંજેલી ગ્રામ પંચાયત ખાતે મામલતદાર પી. આઈ પટેલની અધ્યક્ષ સ્થાને મંગળવારના રોજ ગ્રામસભા યોજાઈ હતી.સંજેલી પંચાયતની બેદરકારી કે મીલીભગતથી ગ્રામસભાની સંજેલી નગરમાં જાણ કરવામાં ન આવતાં માત્ર પંચાયતના ગણ્યાગાંઠ્યા સભ્યોની ઉપસ્થિતિમાં પંચાયતની ચાર દીવાલોની વચ્ચે ગ્રામસભા યોજાઇ હતી.ગ્રામસભામાં ડેપ્યુટી સરપંચ સહિત અડધો ડઝન ઉપર સભ્યો પણ ગેરહાજર જોવા મળ્યાં હતાં.

માત્ર સરપંચ તલાટી અને બે ચાર સભ્યો તેમજ આંગણવાડીની બહેનો અને નગરના સાત આઠ સભ્યો મળી કુલ વીસ જેટલા લોકો વચ્ચે ગ્રામસભા યોજાઇ હતી. મામલતદારે માત્ર પાંચથી દસ મિનિટમાં જ ગ્રામસભામા કોઈ મુદ્દા ચર્ચાયા તે પહેલા આટોપી લઈ રવાના થયાં હતાં. આ બાબતે માહિતી મેળવવા મામલતદાર સરપંચ તલાટી સહિતનો મોબાઈલથી સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉઠાવવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...