મોતની છલાંગ:ઝાલોદના વગેલામા પરિણીત યુવકે કુવામાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યુ

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વગેલા ગામે એક 44 વર્ષીય વ્યક્તિએ કોઈ અગમ્યકારણોસર ગામમાં આવેલ એક કુવામાં મોતની છલાંગ લગાવી હતી.તેમનુ મૃત્યુ થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આત્મહત્યાનું કારણ અકબંધ
ઝાલોદ તાલુકાના વગેલા ગામે ભુરાકુવા ફળિયામાં રહેતાં 44 વર્ષીય બાબુભાઈ ખુમાનભાઈ ડામોરે કોઈ અગમ્યકારણોસર ગામમાં આવેલા એક કુવામાં છલાંગ લગાવી હતી. જેથી કુવાના ઉંડા પાણીમાં બાબુભાઈ ગરકાવ થઈ ગયાં હતાં અને મોતને ભેટ્યાં હતાં.

પોલીસને પરિવારજનોએ જાણ કરી
ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો સહિત ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં. સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં.

મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી
આ સંબંધે મૃતક બાબુભાઈની પત્નિ જેતાબેન બાબુભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...