દાહોદની રહેવાસી અને વડોદરા ખાતે લગ્ન કરેલી એવી એક પરિણિત યુવતી વડોદરાથી મોડાસા સુધી 400 કિ.મી. સુધી સાયકલીંગ કરી સફળતા પુર્વક પ્રવાસ છેડ્યો છે. આ યુવતીનું વજન વધારે હોવાને કારણે સૌ પ્રથમવાર તેને સાયકલીંગ ચલાવવાનું શરૂં કર્યું હતું. જે બાદમાં સાયકલીંગ પેશન થઈ જતાં સાયકલીંગ કરવા આગળ વધ્યાં હતાં.
પ્રિયંકાબેન જીજ્ઞેશ પરમાર જેઓ દાહોદના વતની છે અને વડોદરા ખાતે લગ્ન કર્યા છે. હાલ તેઓ વડોદરા ખાતે રહે છે. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં દંપતિને એક વર્ષનું બાળક પણ છે. લગ્ન બાદ પ્રિયંકાબેનનું વજન 15 કિલો વધી ગયું હતું, જેને ઓછુ કરવા માટે પ્રિયંકાબેને દરરોજ સાયકલીંગ કરી વજન ઓછુ કર્યું હતું. આ બાદ પ્રિયંકાબેન માટે સાયકલીંગ એક પેશન થઈ ગયું હતું અને સાયકલીંગના ક્લબમાં જોડાઈ ગયાં હતાં.
સાયકલીંગ ક્લબમાં જોડાઈ લોંગ ડિસ્ટ્ન્સ સાયકલીંગ ચાલુ કર્યું હતું. જેમાં અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી, વલસાડ, અમદાવાદ, પાલનપુર, બરોડા, મોડાસા, સાયકલીંગ કર્યું હતું. જેમાં 400 કિ.મી. અંતર 12 કલાકમાં પુરૂં કર્યું હતું. હવે પ્રિયંકાબેન 600 કિ.મી.ની સાયકલીંગ માટેની તૈયારી કરી રહ્યાં છે. પ્રિયંકાબેનને તેમના પતિ તથા પરિવારનો સારો એવો સાથ અને સહકાર મળી રહ્યો છે. જ્યારે પ્રિયંકાબેન સાયકલીંગ માટે જાય છે ત્યારે તેઓના પતિ પોતાના 1 વર્ષના બાળકની પુરેપુરી સારસંભાળ લે છે. પ્રિયંકાબેનની ઈચ્છા છે કે, તેઓ દાહોદના રહેવાસી હોવાથી દાહોદમાં સાયકલીંગ ક્લબ ખુલે જેના માટે પણ તેઓ પ્રયાસ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.