વણઝારીયા ગામ માં લગ્ન કરેલી છોકરી ભગાવી જતાં યુવકના ઘરના થાપડા, ખુરશી પંખા તથા ઘર આગળ મુકેલ ક્રુઝર ગાડીના કાંચ તોડી અંદાજે 90 હજારનું નુકસાન કર્યુ હતું. આ સંદર્ભે બે મહિલા સહિત 6 લોકો સામે રંધીકપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
વણઝારીયા ગામના જેસીંગભાઇ વીરસીંગભાઇ પટેલ તથા વહુ શારદાબેન સોમવારે ઘરે હતા. તે દરમિયાન સાંજે દીનેશ બળવંત લુહાર તથા હીન્દુબેન દીનેશ લુહાર ગાળો બોલતા જેસીંગભાઇ પટેલના ઘરે આવ્યા હતા અને મોટેથી બૂમો પાડી ગાળો બોલી તમારો છોકરો અમારી લગ્ન કરેલ છોકરી સાથે ભાગી ગયો છે તે ઇજ્જતના પૈસા અમને આપી દો સાલાઓ કઇ ગયા છો તમને જીવતા છોડવાના નથી તેમ કહેતા જેસીંગભાઇ પટેલ તથા તેમની વહુ શારદાબેન તેમના બે પરહાળવાળા મકાનમાં સંતાઇ ગયા હતા.
તે દરમિયાન દિનેશ લુહારે જેસીંગભાઇની ક્રુઝરને તેના હાથમાં પહેરેલ ભોરીયાથી ગાડીનો કાંચ તોડતાં હાથે ઇજા થતાં લાકડી મારી ગાડીના કાચ તોડી નાખ્યો હતો અને બન્ને જણા ગાળો બોલતા જઇ તેમના ઘર તરફ જતા રહ્યા હતા. લીમખેડાના પાણીયાના દીપસીંગ વજેસીંગ તથા તેની પત્ની કંપાબેન, વણઝારીયાના શંકર રૂપસીંગ , મુકેશ શંકર લુહાર દોડતા જેસીંગભાઇના ઘરે આવી સાલાઓ કઇ ગયા છો તેમ કહી ગાળો બોલી જેસીંગભાઇના ઘરના થાપડા તથા પંખા, ખુરશીની તોડફોડ તથા ક્રુઝરના કાચ તોડી આશરે 90,000 નું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ રંણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.