મેગા વેક્સિનેશન કેમ્પ:દાહોદ જિલ્લામાં 166 કોવિડ વેક્સિનેશન સેન્ટર પરથી મોટી સંખ્યામાં લોકોએ કોવિડ વેક્સિન લીધી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્વરે વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થઇ જવા કલેક્ટર અને ડીડીઓએ અપીલ કરી

દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે આજે રવિવારે કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો છે. કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પમાં આજે મોટી સંખ્યામાં નાગરિકોએ વેક્સિન લીધી છે. જિલ્લાના 166 જેટલા કોવીડ વેક્સિન સેન્ટર ઉપર આ મેગા કેમ્પ યોજાઇ રહ્યો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આ મેગા વેક્સિન કેમ્પમાં સૌ વેક્સિન માટે લાયક નાગરિકોને સત્વરે વેક્સિન લઇ લેવા અપીલ કરી છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજના મેગા કેમ્પ અંતર્ગત ઝાયડસ ખાતેના વેક્સિન સેન્ટર ઉપર પ્રિકોશન ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામે વેક્સિન એ સર્વોત્તમ ઉપાય છે. સૌ 12 વર્ષથી ઉપરના નાગરિકો જેમણે વેક્સિનના પ્રથમ, બીજો કે 60થી વધુ વયજૂથના પ્રિકોશન ડોઝ બાકી હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે અને કોરોના સામે સુરક્ષિત થઇ જાય.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આજના કોવિડ મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત જનઅપીલ કરતા જણાવ્યું હતું કે, હજુ કોરોના ગયો નથી. આપણે સત્વરે કોરોના સામે વેક્સિન લઇને સુરક્ષિત થઇ જવું જોઇએ. જિલ્લાના 12થી 14 વર્ષના બાળકો માટે પ્રથમ-બીજો ડોઝ, 15થી 17 વર્ષના બાળકો માટે બીજો ડોઝ, તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તેમજ 60 વર્ષથી વધુ વયજુથમાં આવતા વ્યક્તિઓ માટે પ્રિકોશન ડોઝ લઇ લેવો.

આ કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પમાં કલેક્ટર ડો. ગોસાવી ઝાયડસ ખાતેના વેક્સિનેશન કેમ્પ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રિકોશન ડોઝ લીધો હતો અને નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી દાહોદના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને નાગરિકોને વેક્સિન લઇ લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...