તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:દાહોદના નોકરીવાંછુ યુવક દ્વારા નોકરીની લાલચ આપી રૂપિયા 10,000ની ઠગાઇ

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક પાસે ટુકડે ટુકડે કરીને પેટીએમ દ્વારા રૂપિયા ભરાવ્યા

દાહોદના નોકરી વાચ્છુક યુવકને નોકરીની લાલચ આપી પેટીએમ દ્વારા 10,260 રૂપિયાનું ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરતા બે યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેરના ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા નોકરી વાચ્છુક યુવક ગોવિંદભાઇ શ્રીકિશન કુશવાહા નોકરીની શોધખોળ કરતો હતો. તે દરમિયાન પાંચ મહિલા પહેલા એક પેમ્પ્લેટ પેપરમાં વાંચેલ રીલાયન્સ ફોરજી ટાવર કંપન દ્વારા નોકરીની જાહેરાત જેમાં આપેલા નંબર ઉપર સંપર્ક કરતાં તેઓએ સોશિયલ મિડીયા ઉપર ફોર્મ મોકલી બાયોડેટા ભરીને પાછુ મંગાવ્યું હતું.

ત્યાર બાદ રૂપિયા ભરવાનું જણાવતાં પીટીએમ દ્વારા 1750 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ચાર દિવસ પછી જોઇનીંગ લેટર વોટ્સએપ પર મોકલી આપી જણાવેલ કે અમારા અંસુ કુમાર તમને કોલ કરશે તેવુ જણાવ્યું હતું. ત્યાર બાદ અંસુ કુમારે કોલ કરી દિલ્હી ટ્રેનીંગ માટે આવવુ પડશે જણાવતા દિલ્લી આવવની ના પાડતા તેઓએ જણાવેલ કે તમારા એરિયાયમાં નોકરી જોઇતી હોય તો 5260 રૂપિયા ભરવા પડશેનું કહેતા તા.19-5-21ના રોજ પીટીએમ દ્વારા 5260 રૂપિયા ભર્યા હતા. ત્યાર બાદ ફોન કરતાં અંસુ કુમારે જણાવેલ કે ચાર દિવસ પછી તમારૂ આઇડી કાર્ડ, કપડા, સ્માર્ટ ફોન એચ.ડી.એફ.સી. બેન્કનું એ.ટી.એમ. તથા ટ્રેનીંગનું શર્ટી અને એક બેગ આવશે જણાવ્યું હતું.

ત્યાર બાદ ફોન કરતાં તેઓએ અંકીતભાઇનો નંબર આપતાં તેના ઉપર સંપર્ક કરતાં બે દિવસ પછી તમારુ કુરીયર આવશેનું જણાવ્યું હતું. ટુકડે ટુકડે કુલ 10,260 રૂપિયા પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. આ સંદર્ભે ગોવિંદભાઇ શ્રીકિશન કુશવાહાએ દાહોદ શહેર પોલીસ મથકે અંસુ કુમાર તથા અંકિત કુમાર નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...