ભાસ્કર વિશેષ:દાહોદમાં હર ઘર તિરંગાની વિશાળ રેલી યોજાઈ

દાહોદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ હેડ પોસ્ટ ઓફિસમાં ત્રણ દિવસમાં 16000 નંગ ત્રિરંગાનું વેચાણ
  • નાગરિકો માટે દાહોદ હેડ પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.12 ઓગસ્ટથી તા.15 ઓગસ્ટ,2022 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ઉજવાઇ રહ્યું છે. દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ત્રણ દિવસમાં અંદાજીત 16000 નંગ જેટલા ત્રિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ પંચમહાલ વિભાગ ગોધરા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પંચમહાલ તથા દાહોદ જિલ્લાના આશરે 100 જેટલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ થઈને યાદગાર ચોક, તાલુકા પંચાયત સર્કલ, ચાકલીયા રોડ થઈ ઠક્કર બાપા પ્રાથમિક શાળા સુધી પરિભ્રમણ કર્યું હતુ. શાળામાં બાળકો સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ રેલી આદિવાસી સોસાયટીમાં થઈ મુખ્ય રાજમાર્ગ સ્ટેશન રોડ પરથી સ્વામિ વિવેકાનંદ સર્કલથી પસાર થઈ સરસ્વતી સર્કલથી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ પરત ફરી હતી. આ રેલી આઝાદી કા અમૃત મહોત્સવ-હર ઘર ત્રિરંગાના નારાથી ગુંજી ઉઠી હતી. આ રેલી દાહોદની જનતાએ નિહાળી હતી. આ રેલીની મહત્તા એટલી હતી કે સામાન્ય નાગરિકોએ રોડ પર “NATIONAL FLAG” રૂ.25ના મૂલ્યે ખરીદી નાગરિકો પણ રેલીમાં ભાગીદાર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...