તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવર્ણ તક:દાહોદ જિલ્લાનાં યુવાનો માટે લશ્કરમાં જોડાવાની સ્વર્ણિમ તક

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
  • 5 થી 22 ઓગસ્ટ ગોધરામાં ભરતી મેળાનું આયોજન

દાહોદ જીલ્લાના અપરણિત પુરુષ ઉમેદવારોને લશ્કરમાં જોડાવવા માટે ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કનેલાવ ખાતે તા. 05-08થી 22-08 દરમિયાન લશ્કરી ભરતી મેળો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17.5થી 23 વર્ષની ઉમર ધરાવતા અને ધો.8 પાસ કે તેથી વધુ ઉમર ધરાવતા ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઇટ https://joinindianarmy.nic.in પર ૨૦/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. ભરતી મેળામાં ભાગ લેવા આવતા ઉમેદવારોએ નોટીફીકેશનમાં આપેલ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

તેમજ જણાવેલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારોને તા.21-7થી તા.4-8 દરમિયાન પોતાના ઈમેલ આઈ.ડી.પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. દરેક ઉમેદવાર કોઇપણ એક જગ્યા માટે અરજી કરી શકશે એકથી વધુ જગ્યા માટે અરજી કરી શકશે નહી. આર્મી રીક્રુટીંગ કચેરી, કેમ્પ હનુમાન સામે, શાહીબાગ, અમદાવાદ ખાતે સંપર્ક કરવા તેમજ રોજગાર કચેરી, ત્રીજો માળ, છાપરીમાં સંપર્ક કરવાે

અન્ય સમાચારો પણ છે...