તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:લીમખેડામાં બે મહિલા સહિત ચારની ટોળકીએ જમીન આપવાના બહાને રૂ.1.50 લાખ પડાવી લીધા

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદ માલુકાના મુણધાના રહેવાસી સાથે સોદો 4.61 લાખમાં નક્કી થયો હતો રૂ.1.50 લાખ લીધા બાદ જમીન મામલે છેતરપીંડી કરી

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં જમીન મામલે બે મહિલા સહિત ચાર જણાએ એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી છે. જેમાં રૂા.1,5૦,૦૦૦ની ઠગાઈ કરતાં ઠગાઈનો ભોગ બનેલ વ્યક્તિ દ્વારા લીમખેડા પોલીસ મથકે ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જમીન આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી વિરુદ્ધ ફરિયાદ થઇ લીમખેડામાં માર્કેટ યાર્ડની સામે રહેતાં ધોળી બારીઆ, સંજય બારીઆ, મનિષા હઠીલા અને બાબુ ઉર્ફે રાકેશ બારીઆએ ગત તા. 23મી સપ્ટેમ્બરથી લઈ તારીખ 11.03.2021ના સમયગાળા દરમ્યાન લીમખેડા ગામે આવેલ જમીન સર્વે નંબર 34 પૈકી 1 વાળી જમીનમાંથી 66 ફુટ પહોળાઈ અને 45 લંબાઈના માપની જમીન રૂ.4,61,૦૦૦માં વેચાણ માટે ઝાલોદ તાલુકાના મુણધા ગામે રહેતા દલસિંહ ભેદીની સાથે નક્કી કરી હતી. જેમા કિંમત પેટે રૂ.1,5૦,૦૦૦ દલસિંહએ આપ્યાં હતાં.

ત્યારબાદ દલસિંહએ જમીનના કબજાની માંગણી કરતાં ચારેય વ્યક્તિઓએ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન તમોને આપવાના નથી. અને તમે આપેલા નાણાં પણ આપવાના નથી. તેમ કહી એકદમ ઉશ્કેરાયા હતાં. જેમાં દલસિંહ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત, ઠગાઈ થતાં દલસિંહ ભેદી દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...