તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 16 કેસ નોંધાયા, હોટસ્પોટ વિસ્તારમાં નવા 14 દર્દી ઉમેરાયા

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
 • એક્ટિવ કેસોની સંખ્યા પણ 125 ઉપર પહોંચી ગઈ

દાહોદ જિલ્લામાં આજે વધુ 16 કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 3017ને પાર કરી ગયો છે. ત્યારે બીજી તરફ વધતા કેસોના કારણે એક્ટિવ કેસોની સંખ્યા પણ 125 ઉપર પહોંચી ગઈ છે.

કોરોના સંક્રમણના કેસોમાં ઘરખમ વધારો

દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. આજે એક સાથે 16 કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવ્યાં છે. આ 16 પૈકી દાહોદ અર્બનમાંથી ૦5, દાહોદ ગ્રામ્યમાંથી ૦1, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦5, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦4, ગરબાડામાંથી ૦1 કેસનો સમાવેશ થાય છે.

હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણીના મેળાવડાઓ પર પ્રતિબંધ

આજે 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના કેસોને પગલે આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્રની ટીમ દ્વારા જિલ્લામાં આરોગ્ય લક્ષી કામગીરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંકને ક્યાંક પ્રજાજનો દ્વારા પણ કોરોના સંક્રમણના આ પ્રકોપને ધ્યાનમાં રાખી માસ્ક, સેનેટરાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. બીજી તરફ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે હોળી - ધુળેટીના તહેવારોમાં પણ ઉજવણી તેમજ મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો