આયોજન:અર્બન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની અને હાડકા ચેકઅપ શિબિરનું આયોજન કરાયું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કિડની અને હાડકા ચેકઅપ શિબીર આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલીત અર્બન હોસ્પિટલમાં નેફો પ્લસ ડાયાલીસીસ યુનીટના સંયુકત ઉપક્રમે તા.31ને રવિવારના સવારના રોજ નિઃશુલ્ક કિડની અને હાડકા ચેકઅપ શિબિરનો શુભ આરંભ નેફોલોજિસ્ટ ડો. સોહમ ગોહિલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

જેમાં સંસ્થાના પ્રમુખ સંદીપ શેઠ, ઉપપ્રમુખ અનિલ દેશાઈ, મંત્રી નિરેન શાહ અને હોસ્પિટલના સર્જન પી.ડી. મોદીની ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં કિડનીના 15 અને હાડકાના 2 એમ કુલ 17 લાભાર્થીએ લાભ લીધો હતો. લાભાર્થીઓને રાહત દરથી લેબોરેટરીનો અને 20 ટકા દવામાં તેમજ એક્ષ–રે સોનોગ્રાફીમાં રાહત સંસ્થા તરફથી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...