તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળક અને 19 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેવગઢ બારીઆના બાળકનું કારની અડફેટે મૃત્યુ થયુ
 • લીમખેડામાં અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર મોતને ભેટ્યો

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બે બનાવોમાં એક પાંચ વર્ષીય બાળક અને એક 19 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવી છે.

નામના બાળકને અડફેટમાં લેતા અકસ્માત થયો
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે બનવા પામ્યો હતો. જેમાં મારૂતી કાર ચાલકે પોતાની કાર હંકારી લાવતો હતો. તે સમયે રસ્તાની બાજુમાં ઉભેલા કેટલાક વ્યક્તિઓ પૈકી એક પાંચ વર્ષીય જૈમીન નામના બાળકને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. તે પછી ગાડી લઈ નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાળકને ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામે તોરણ ફળિયામાં રહેતા પર્વત બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોઈ મોટા વાહનની ટક્કર વાગતા મોટરસાઈકલ યુવાનનું મોત થયુ
​​​​​​​​​​​​​​
માર્ગ અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બન્યો હતો. જેમાં કોઈ મોટા વાહનની ટક્કર વાગતા મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલો 19 વર્ષીય કરણ સોલંકીને અડફેટમાં લીધો હતો. જેથી તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો