દુર્ઘટના:દાહોદની અર્બન બેન્કમાં રાત્રે અચાનક આગમાં સામાન ખાખ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં નગર પાલિકા ચોકમાં આવેલી અર્બન બેન્કમાં મધ્ય રાત્રે આકસ્મિક આગ ફાટી નીકળી હતી. - Divya Bhaskar
દાહોદમાં નગર પાલિકા ચોકમાં આવેલી અર્બન બેન્કમાં મધ્ય રાત્રે આકસ્મિક આગ ફાટી નીકળી હતી.
  • રાત્રે કાચ તોડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો

દાહોદમાં આવેલ અર્બન બેન્કમાં બુધવારની રાત્રીના સમયે બેન્કમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આગને કારણે બેન્કમાં મુકેલ સામાન બળી ગયો હતો. મધ્યરાત્રીના ઘટનાને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

દાહોદમાં પાલિકા વિસ્તાર ખાતે આવેલ અર્બન બેન્ક ખાતે ગતરોજ મોડીરાત્રીના સમયે આકસ્મિક આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે મધ્યરાત્રીના આગની ઘટનાને પગલે બેન્કના સત્તાધિશો સહિત આસપાસના લોકો દોડી ગયાં હતાં.

દાહોદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. મધ્ય રાત્રે કાંચ તોડીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.બેન્કમાં સામાન બળીને ખાક થઇ ગયો હતો. આગમાં હાલ કેટલા રૂપીયાનું નુકસાન થયું તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...