બેન્કમાં આગ:દાહોદની અર્બન બેન્કમાં મધરાતે આગ લાગતાં દોડધામ, ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ચર્ચા બેન્કમાં મુકેલો ઘણો ખરો સામાન બળી ગયો

દાહોદ શહેરમાં આવેલી અર્બન બેન્કમાં ગતરોજ મંગળવારે રાત્રીના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બેન્કમાં મુકેલો ઘણો ખરો સામાન બળી ગયો હતો. ઘટનાને પગલે ફોન કરાતાં ફાયર ફાયટરોએ આવીને આગ બુઝાવી હતી.

દાહોદ શહેરમાં નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલી અર્બન બેન્કમાં ગતરોજ મંગળવારની મોડીરાતે આકસ્મિક આગ લાગી હતી. સૂત્રો અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મધ્યરાત્રીના આગની ઘટનાને પગલે બેન્કના સત્તાધિશો સહિત આસપાસના લોકો દોડી ગયાં હતાં. તેમજ દાહોદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. તેમજ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...