• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Fire Breaks Out In A Truck Running On The National Highway Near Asaydi In Deogadh Baria, The Driver's Vigilance Prevents Casualties

બર્નિંગ ટ્રક:દેવગઢ બારીઆના અસાયડી પાસે નેશનલ હાઈવે પર દોડતી ટ્રક સળગી ઉઠી, ડ્રાઈવરની સતર્કતાના કારણે જાનહાનિ થતા અટકી

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ગણતરીની મિનિટોમાં જ ભડભડ સળગી ઉઠી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દોડતી એક ટ્રકમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી. જાેકે આગના બનાવમાં ચાલકે સતર્કતા વાપરી ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી રાખતા ચાલકનો બચાવ થયો હતો.

નેશનલ હાઈવે પર જતી ટ્રકમા આગ લાગી,ચાલક સાઈડ પર કરી ઉતરી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક પૂરઝડપે પોતાના ગંતવ્ય સ્થાન તરફ જઇ રહ્યું હતું. તે સમયે ટ્રકમા ઓચિંતી આગ ફાટી નીકળી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ આગ વધુ ફેલાતા ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખતા ચાલકનો બચાવ થયો હતો.

દેવગઢ બારીઆ ફાયર ફાઈટરોએ આગ બુઝાવી
આ આગના બનાવની જાણ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેવા દેવગઢબારિયા ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી.

---------

અન્ય સમાચારો પણ છે...