લ્યો બોલો!:દેવગઢ બારિયાની જૂની કોર્ટ કચેરી કમ્પાઉન્ડમાં આવેલી કાનૂની માપ વિજ્ઞાનની કચેરીમાંથી જ ચોરો પંખા ચોરીને ફરારા થઇ ગયા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવગઢ બારીયાની તોલમા કચેરીમાંથી તસ્કરો જૂના સાધનો અને બંધ પંખા ચોરી ફરાર રુપિયા 6 હજારનો મુદ્દામાલ ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

દેવગઢ બારિયા તાલુકાની જૂની કોર્ટ કચેરી કમ્પાઉન્ડમાં આવેલી કાનૂની માપ વિજ્ઞાનની કચેરીમાં ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા તસ્કરોએ કચેરીના પંખા વગેરે મળી કુલ 6 હજાર રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ, દેવગઢ બારીયા જૂની કોર્ટ કચેરી કમ્પાઉન્ડમાં આવેલી જૂનીયર નિરીક્ષક કાનુની માપ વિજ્ઞાનની કચેરીના સબરજીસ્ટ્રારના રેકર્ડ રૂમમાં રાત્રે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ રેકોર્ડ રૂમની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. વર્કીગ સ્ટાન્ડર્ડ બેલેન્સ કેપેસીટી બે ગ્રામ તથા વકીંગ સ્ટાન્ડર્ડ વજન પેટી સાથે કેપીસીટી 20 કે.જી નંગ -1 તથા વર્કીગ સ્ટાન્ડર્ડ વજન 10 કે.જી.થી 10 મિ.ગ્રા તથા નાની પેટી કુલ નંગ 29 તથા વર્કીગ સ્ટાન્ડર્ડ લેન્ગથ મેજર્સ પેટી આઇ ગ્લાસ સાથે નંગ -1 તથા વર્કીગ સ્ટાન્ડર્ડ કેપેસીટી મેજર્સ 20%થી 10 લીટર સુધી નંગ -9 જે તા .30 / 11 / 200₩થી ઇસ્યુ થયેલ હતો.

જે ડેડસ્ટોક રજિસ્ટર નં 7થી અનુ નં .11 ઉપર નોંધ થયેલ છે અને જેની ડેડસ્ટોક રજીસ્ટર મુજબ કિંમત રૂ 1900 તથા ટેસ્ટીંગ વજનસેટ 50 ગ્રામથી 20 કિ.ગ્રા સુધીના કુલ નંગ -9 જેની આશરે કિ.રૂ. 2000 તથા સબરજીસ્ટ્રારના રેકર્ડ રૂમમાંથી બે સીલીંગ પંખા જે બંધ હાલતમાં હતા તે જે બંન્ને પંખાની આશરે કિ.રૂ. 400 મળી કુલ કિ.રૂ 6 હજારના મુદ્દામાલ પર હાથફેરો કરી ભાગી ગયા હતા. ઉપરોકત બનાવ સંદર્ભે દીક્ષિત કનુભાઈ પટેલે અજાણ્યા તસ્કરો વિરોધ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...