તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Dish Competition Was Held To Create A Nutritious Diet, Using Kitchen Garden Vegetables With Packets Of Balshakti, Purnashakti And Matrishakti.

નવતર પ્રયોગ:પોષક આહાર બનાવવા વાનગી સ્પર્ધા યોજાઇ, બાલશક્તિ,પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના પેકેટ સાથે કિચન ગાર્ડનના શાકભાજીનો ઉપયોગ

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લાના પોષણકર્મીઓ વચ્ચે પોષક વાનગીઓની હરીફાઇ યોજાઇ હતી.  - Divya Bhaskar
દાહોદ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લાના પોષણકર્મીઓ વચ્ચે પોષક વાનગીઓની હરીફાઇ યોજાઇ હતી. 
  • જાગૃકતા લાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવતર પ્રયોગ

જિલ્લામાં પોષણ માસની ઉજવણી જોશભેર કરવામાં આવી રહી છે. જિલ્લામાં પોષણયુક્ત આહારની અગત્યતા જનજન સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. શુક્રવારે જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લાના પોષણકર્મીઓ વચ્ચે પોષક વાનગીઓની જિલ્લા કક્ષાની હરીફાઇ યોજાઇ હતી. જેમાં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે કિશોરીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પોષણકર્મીઓને જિલ્લાને કુપોષણથી મુક્ત કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે પોષણકર્મીઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી વાનગીઓનું જિલ્લા વિકાસ અધિકારીએ નિરીક્ષણ પણ કર્યું હતું. પોષણકર્મીઓએ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના પેકેટનો ઉપયોગ કરી લાડું, સુખડી, હાંડવો, થેપલાં, કેક, સરગવાના પાનનાં ઢોકળાં, ગાજરનો હાંડવો, કટલેસ વગેરે વાનગીઓ બનાવી હતી. જેમાં આંગણવાડી ખાતે તૈયાર કરવામાં આવેલા કિચન ગાર્ડનની શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દાહોદના પોગ્રામ ઓફીસર ડો. કમલેસ ગોસાઇ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી.પહાડીયા, યુનીસેફના ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટન્ટ ડો. નીરજ તિવારી ઉપરાંત જિલ્લાના પોષણ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...