ધરપકડ:બાઇક પર ખેપ મરાતો અને બસમાં વડોદરા લવાતો દારૂ ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસની ડિકીમાંથી દારૂનો થેલો મળ્યો
  • ખેપિયો દારૂનો​​​​​​​ જથ્થો ફેંકી બાઇક લઇ ફરાર

ઝાલોદ ઝાલોદ પોલીસ ધાવડીયા ચેક પોસ્ટ ઉફર વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાન પરીવહન નીગમની પ્રતાપગઢ ડેપોની આરજે-08-પીએ-4626 નંબરની બસ આવતાં તેને સાઇડમાં કરાવી ગાડીમાં ચેક કરી ગાડીના લગેજ મુકવાના ખાનામાં ચેક કરતાં તેમાંથી શંકાસ્પદ લાગતો એક મહેક સિલ્વરનો વજનદાર થેલો બહાર કાઢી ચેક કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. થેલા વિશે બસમાં બેઠેલા પેસન્જરોની પુછપરછ કરતાં ડ્રાઇવરની નજીક બેઠેલા મધ્યપ્રદેશના કાબુલખેડી ગામના ગજેન્દ્રસિંહ મંગલસિંહ ડોડીયા નીચે ઉતરી પોતે પણ આ ગાડીનો ડ્રાઇવર હોવાનું જણાવ્યુ હતું.

આ થેલો રાજસ્થાનના બાસવાડાથી અશોકભાઇએ વડોદરાના અજયભાઇ નામના વ્યક્તિને આપવાનુ જણાવ્યું હતું. જ્યારે થેલામાંથી રૂા.26,417ની ઇંગ્લિશ દારૂની કુલ 72 બોટલો મળી આવી હતી. જથ્થો તથા મોબાઇલ મળી કુલ 31,417નો મુદ્દામાલ સાથે ગજેન્દ્રસિંહ ડોડીયાની ધરપકડ કરી કુલ ત્રણ સામે ઝાલોદ પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફના માણસો વિસ્તારમાં કોવીડ-19ની માસ્ક વિતરણ તથા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.

ત્યારે બામરોલી ગામે નીશાળ પાસે માસ્ક વિતરણ દરમિયાન એ.એસ.આઇ. નરવતસિંહ શંકરભાઇને નાડાતોડ ગામનો હરેશભાઇ ભાવસીંગભાઇ સુથાર તેની નંબર વગરની મોટર સાયકલ ઉપર દારૂનો જથ્થો ભરી લઇ આંકલી થઇ હનુમાનજી મંદિર પાસેથી દલવા ફળિયા તરફ જતા રસ્તા ઉપર થઇને દુધીયા તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ રસ્તાની બાજુબાજુ ઝાડી ઝાખરામાં સંતાઇ વોચમાં હતા.

હરેશભાઇ ભાવસીંગભાઇ સુથાર મોટર સાયકલ લઇને આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ દારૂનું બનાવેલુ લઘડુ ફેંકી મોટર સાયકલ વાળી નાસી ગયો હતો. લઘડાની તલાસી લેતાં બીયરના ટીનની 5 પેટી જેમાં કુલ બિયર 120 જેની કિંમત 12,000 તથા છુટ્ટા કાંચના ક્વાટર નંગ 60 જેની કિંમત 10,200 તેમજ વ્હીસ્કીના ક્વાટરની 1 પેટી જેમાં રૂા.6240ની કુલ 48 બોટલ મળી કુલ 28,440નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો જપ્ત કરી નાસી ગયેલા ખેપિયા હરેશભાઇ સુથાર વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...