કાર્યવાહી:લીમડાબરામાં બે બાઇક પર ખેપ મરાતો રૂ 70 હજારનો દારૂ ઝડપાયો

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ જોઇ ખેપિયા દારૂ સાથે બાઇક મૂકી અંધારામાં ફરાર

લીમડાબરા ગામે ભાલા પિપર ત્રણ રસ્તા પર પોલીસને પેટ્રોલીંગમા જોઇ બે ખેપિયા દારૂના જથ્થા સાથે બાઇક મુકીને નાસી ગયા હતા. જ્યારે બાઇક ઉપરના લગડામાં તલાસી લેતાં 70,416 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. 1.30 લાખ ઉપરાંતનો જથ્થો કતવારા પોલીસે જપ્ત કર્યો હતો. કતવારા પીએસઆઇ જેબી ધનેશા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ તરફથી થેલામાં શંકાસ્પદ વસ્તુ લઇને બે બાઇક ચાલકો ભાલા પિપર ત્રણ રસ્તા બાજુ આવતાં હોવાની બાતમી મળી હતી.

જેના આધારે વોચમાં હતા. તે દરમિયાન આગળ પાછળ નંબર પ્લેટ વગરની બાઇકો આવતાં બન્નેના ચાલક દૂરથી પોલીસને જોઇ બાઇક ફેંકીને નાસી ગયા હતા. બાઇક પર કંતાનના થેલામાં તલાસી લેતાં નંબર વગરની બાઇક પરથી બીયરના ટીન 96 તથા બેગપાઇપર માર્કાના ક્વાટર નંગ 72 મળી કુલ 178 બોટલો જેની કિંમત રૂા.34,080નો જથ્થો મળ્યો હતો.

જ્યારે જીજે-22-ઇ-4776 નંબરની બાઇક ઉપરના કંતાનના થેલામાંથી ટીન બીયરની 312 બોટલ તથા બોમ્બે સ્પેશ્યલ વ્હીસ્કીના ક્વાટર 48 મળી કુલ 36,336 રૂપિયાની કુલ 360 બોટલો મળી આવી હતી. જથ્થો તથા 60,000 રૂપિયાની બે બાઇક મળી કુલ 1,30,414 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલા ખેપિયાઓ વિરૂદ્ધ કતવારા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...