તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સગીરાનું અપહરણ કરતાં યુવક સામે ફરિયાદ નોંધાઇ

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાનું હીરોલાના યુવકે અપહરણ કર્યું

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામના યુવક દ્વારા તાલુકાની સગીરાનું અપહરણ કરવામાં આવતાં સગીરાના પિતા દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સંજેલી તાલુકાના હીરોલા ગામે રહેતો જીવન રાવજી સંગાડા ગત તારીખ 30મી નવેમ્બરના રોજ ઝાલોદ તાલુકામાં એક ગામની 15 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન હીરોલા ગામનો જીવન રાવજી સંગાડા પોતાની પત્ની તરીકે રાખવા માટે સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં સગીરાના પિતાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અપહરણકર્તાની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો