દાહોદ જિલ્લાના ગરબાડા, ઝાલોદ અને ફતેપુરા તાલુકામાંથી લગ્નના ઇરાદે ત્રણ તરુણીઓના અપહરણની ફરિયાદ દાખલ થઇ હતી. સીમળીયાબુઝર્ગ, રળિયાતી ભુરાના અને એક અજાણ્યા યુવક મળી ચાર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામનો વિનોદ ગનીયા સંગાડા તેના ભાઇ સુરેશ ગનીયા માવીની મદદથી તા.1 જૂને સવારે 11 વાગ્યાના અરસામાં તાલુકાની 1 16 વર્ષ 6 મહિનાની તરૂણીને લલચાવી પટાવી ફોસલાવી વાલીપણામાંથી પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઇ ગયો હતો. જ્યારે ઝાલોદ તાલુકાના રળિયાતી ભુરા ગામનો દિલરાજ દેવસીંગ ગરાસીયા તા.31 જુલાઇના રોજ રાત્રે 12.30 વાગ્યાના અરસામાં તાલુકાની એક 16 વર્ષ અને 10 મહિનાની તરુણીને તેના ઘરેથી પોતાની પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઇ ગયો હતો.
તેમજ ફતેપુરા તાલુકામાંથી તા.13મી જુલાઇના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો વ્યક્તિ તાલુકામાંથી એક 15 વર્ષ 11 મહિનાની તરુણીને અપહરણ કરી લઇ ગયો હતો. તરુણીના પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી તરુણીના પરિવારજનોની ફરિયાદના આધારે ગરબાડા, ચાકલિયા અને સુખસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.