તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:સંજેલીમાં અંધારી કોટડીમાં ચાલતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગરમીના તાપમાં લાઇટ અને પંખા વિના કર્મચારીઓ પીપીઇ કિટ પહેરી કામગીરી માટે મજબૂર બને છે. - Divya Bhaskar
સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગરમીના તાપમાં લાઇટ અને પંખા વિના કર્મચારીઓ પીપીઇ કિટ પહેરી કામગીરી માટે મજબૂર બને છે.
 • બે લાખ બાકી રકમ ન ભરાતાં વીજમીટર કાપી નખાતાં લાઇટ વિના સારવાર કરવા મજબૂર બન્યાં તબીબ

સંજેલી સામુહીક આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે તોડી પડાતા તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યુ છે. વીજ બિલની બાકી રકમની સમસ્યાને લઇને અંધારી કોટડીમાં દર્દીઓ સારવાર મેળવવા અને તબીબો સારવાર કરવા મજબુર બન્યા છે તબીબની રજુઆત છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.સંજેલી ખાતે બસ સ્ટેશન પર આવેલા સામુહીક આરોગ્ય કેન્દ્રનું નવિન બાંધકામ શરૂ થતાં જ પ્રાથમિક આરોગ્યના સબ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે.

પરંતુ લાઇટની સુવિધાના અભાવે ફ્રીઝરમાં રાખવામાં આવતી દવાઓ ઇન્જેકશનો જેવી ઇમર્જન્સી સુવિધાઓ તેમજ રાત્રિ સમય દરમ્યાન સારવાર માટે આવતા તબીબ સહિત દર્દીઓને ગરમીના તાપમાં સારવાર માટે મજબુર બન્યા છે. મળતી માહિતી પ્રમાણે બિલ્ડિંગના બાંધકામ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાનું અલાયદી મીટર નાખ્યા વગર જ બિલ્ડીંગનુ બાંધકામ સરકારી મીટરમા વીજ લાઇન જોડી વિજળીનો વપરાશ કરી દેવામા આવ્યુ હતું, જેમાં લગભગ બે લાખ જેટલી લાઇટબિલની રકમનું ચુકવણું ચઢી જતાં એમજીવીસીએલ દ્વારા મીટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.

અધતન સુવિધાવાળી બિલ્ડીંગ બનાવવામાં આવી છતાં પણ લાઇટ વિના જ અંધારામાં કાળઝાળ ગરમીના તાપમાં લાઇટ વિના કાળી કોટડીમાં દર્દીઓ સહિત તબીબોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર બેજવાબદાર બની હોય તેમ રજુઆતને બે માસ ઉપરાંતનો સમય વીતવા છતાંપણ આરોગ્ય કેન્દ્રમાં મીટર નાખી લાઈટ શરૂ કરવા તેમજ લેભાગુ કોન્ટ્રાકટર કે બેજવાબદાર કર્મચારીઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં શરમ શાની અનુભવાઇ રહી છે. તંત્રની નિષ્કાળજીના કારણે પ્રજા અને તબીબોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

DDOને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે
સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાઇટ સુવિધા તથા વૈકલ્પિક ઉજાસની વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે મોબાઈલના લાઇટમાં ઇમરજન્સી સારવાર આપવામાં અગવડતા પડે છે. જેમાં ક્ષતી થવાની શક્યાતાઓ સેવાઇ રહી હોવાની મેડીકલ ઓફીસરે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જાણ કરવામા આવી છે. - ડો. હસમુખ રાઠોડ, સા.ઓ.કેન્દ્ર

ગરમી-અંધારામાં સારવારમાં તકલીફ પડે છે
સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વીજમીટર ન હોવાથી દિવસ દરમ્યાન ઉનાળાના બળબળતા તાપમાં સારવાર આપવામાં આવે છે અને રાત્રિ દરમિયાન અંધારામાં સારવારમાં તકલીફ પડે છે. લગભગ એક લાખ સત્તાણું હજાર જેવું વીજ બિલ બાકી હોવાનું એમજીવીસીએલમાંથી જણાવ્યું છે. - ડો. યુ.સી.લોહરા, સંજેલી મુખ્ય અધિક્ષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો