અકસ્માત:ડુંગરામાં પિતા સાથે ચાલતા બાળકને બાઇક ચાલકે અડફેટમાં લેતાં ઘાયલ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો

દાહોદ તાલુકાના ડુંગરા ગામે પોતાના ખેતરમાં પાણી પીવડાવી પરત ઘરે આવતાં પિતાની પાછળ ચાલતા 5 વર્ષિય પુત્રને બાઈક ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સંદર્ભે અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.દાહોદ તાલુકાના ડુંગરા ગામે મહુડી ફળિયામાં રહેતા કસનાભાઇ બચુભાઇ બારીયા તથા તેમનો 5 વર્ષિય પુત્ર રાજવિર બન્ને પિતા-પુત્ર તા.13મી નવેમ્બરના રોજ સવારે તેમના કાચલા ખેતરે પાણી વાળવી પરત ઘરે આવતાં હતા.

ત્યારે અગિયારેક વાગ્યાના અરસામાં ડોકી બોરવાથી સુથારવાસ જતાં પાકા રોકડની સાઇડમાં સુથારવાસ તરફથી ચાલતા ચાલતા જતા હતા. તે દરમિયાન બાઈકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પિતાની પાછળ ચાલતા પાંચ વર્ષિય રાજવીરને અડફેટમાં લઇ અકસ્માત કરતાં મોઢા ઉપર તથા માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.

ઇજાગ્રસ્ત રાજવીરને તાત્કાલિક દાહોદના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. આ સંદર્ભે કસનાભાઇ બચુભાઇ બારીયાઆ અકસ્માત કરના અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...