વિશ્વ આદિવાસી દિવસ:દાહોદના ઝાલોદમાં ઉજવણી કરવામાં આવશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે જ મોહરમ હોવાથી તંત્ર એલર્ટ : શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ

દાહોદ જિલ્લામા આગામી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ દિવસે ગુજરાતના મુખ્ય મંત્રી ઝાલોદના કાર્યક્રમમા હાજર રહેવાના હોઈ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.કારણ કે આ દિવસે મોહરમ પણ છે.જેથી ઝાલોદમા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.

મોહરમ અને આદિવાસી દિવસ સાથે
આગામી તારીખ 9 ઑગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ, મોહરમ બન્ને એક જ દિવસે છે. આ જ દિવસે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં ઝાલોદમાં ઉપસ્થિત રહેવાના છે.જેથી શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું.પીએસઆઈ દ્વારા ઝાલોદમાં તહેવારો શાંત રીતે ઉજવાય તે રીતે આયોજન કરવા માટે હાકલ કરી હતી ,કાયદાકીય રીતે કોઈ પણ કાર્યમાં અગવડતા પડે તો તુરંત સંપર્ક કરવાં પણ કહ્યું હતું.

પોલીસ પ્રજાની મિત્ર હતી,છે અને રહેશે
પોલીસ પ્રજાની મિત્ર છે તે સાથે હતી છે અને રહેશે તેમ પણ પીએસઆઈ એ કહ્યું હતું. દરેક સમાજના લોકો એક બીજાને સહયોગ આપી તહેવારો ઉજવો તેમ પણ કહ્યું હતું.

આ માસમાં તહેવારોની ભરમાર છે
આ માસમાં વિશ્વ આદિવાસી દિવસ, મોહરમ,રક્ષા બંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોઈ દરેક વર્ગના લોકો એકબીજાને સહયોગ આપી તહેવારો શાંત રીતે ઉજવાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું.ઉપસ્થિત લોકોએ પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપી ઉત્સવ ઉજવિશું તેવી બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...