કાર્યવાહી:બલૈયામાં ટોળા દ્વારા યુવકની થયેલી હત્યાના કેસમાં 12 સામે ગુનો દાખલ

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીપ અને તવેરામાં આવેલા લોકો દ્વારા હુમલો કરાયો હતો

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે ટોળા દ્વારા જીવલેણ હુમલો કરીને એક યુવકની હત્યા કરી દેવાના પ્રકરણમાં 12 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જોકે, તેમણે હુમલો કયા કારણોસર કર્યો તે સામે આવ્યુ હતું. બલૈયા ખાતે હુમલામાં ઘાયલ અને હાલ ઝાયડસમાં સારવાર લઇ રહેલાં સુખસર ગામના પૈયાસ ઉર્ફે કાળુ મુકેશ વળવાઇએ પોલીસને જણાવ્યુ હતું કે, તેઓ અને ટીનાભાઇ રામાભાઇ સંગાડા ફતેપુરાથી પરત ઘરે આવતાં હતાં.તે દરમિયાન બલૈયા ગામે સરકારી દવાખાના નજીક પહોંચતાં સુખસર ગામના સુક્રમ સવજી કટારાએ તેની તુફાન જીપ મોટર સાઇકની પાછળ લાવી એક્સિલેટર જોશભેર દબાવી રેસ કરી હતી.

જેથી તેમણે ગભરાઇને બાઇક એક તરફ ઉભી કરી દીધી હતી. આ વખતે બીજી એક તવેરા ગાડી આવી હતી. બંને ગાડીમાંથી ઉતરેલા લોકોએ હુમલો કર્યો હતો. જેમાં સુક્રમે ટીનાભાઇને પાઇપ વડે માર મારી ગંભીર ઇજા કરતાં તેનું મોત થયું હતું. આ સાથે ટોળાએ કાળુભાઇ ઉપર પણ હુમલો કરવા સાથે છુટ્ટો પથ્થર મારીને ગંભીર રૂપે ઘાયલ કર્યા હતાં. કાળુભાઇની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસે 12 સામે હત્યા, તેમજ હત્યા પ્રયાસ અને ધિંગાણાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોની સામે ગુનો નોંધાયો
સુખસરના સુક્રમ કટારા, દીલીપ કટારા, મુકેશ કટારા, રમેશ કટાટા, વીશાલ કટારા, મુકેશ નિનામા, આસપુરના કુંદન ચંદાણા તેમજ 5 સામે ગુનો દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...