દુર્ઘટના:દિવ્યા ગામે કાર પથ્થર સાથે અથડાતાં કાર ચાલક ઘાયલ

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીલગાયને બચાવવામાં સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો
  • કારમાં​​​​​​​ સવાર 4 વર્ષિય પૌત્રીને કોઇ ઇજા નહીં : ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા લઇ જવાયા

દેવગઢ બારિયાના દિવ્યા ગામ પાસે રોડ વચ્ચે અચાનક નીલગાય આવી જતાં તેને બચાવવા જતાં સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર મોટા પથ્થર સાથે અથડાતા કાર ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે સદનસીબે કારમા સવાર તેમની પૌત્રીને કોઇ ઇજા થઇ ન હતી. જ્યારે ગાડીને આ અકસ્માતની ઘટનામાં મોટુ નુકસાન થયું હતું.

છોટાઉદેપુરના કાગદી ફળિયામાં મહમંદ હનીફ હુસેન ભીલવા તથા તેમની 4 વર્ષિય પૌત્રી આઇસા સાથે શનિવારના રોજ સવારના 7 વાગ્યાના અરસામાં પોતાની વર્ના ગાડી લઇને ગોધરાથી છોટાઉદેપુર તરફ આવવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન 8 વાગ્યાના અરસામાં દિવ્યા ગામ પાસે અચાનક રોડ ઉપર નીલગાય આવી જતાં તેને બચાવવા જતાં મહમંદભાઇએ સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગમાવી દેતાં ગાડી રોડની સાઇડમાં આવેલા મોટા પથ્થર સાથે અથડાતાં મહમંદભાઇને કપાળના ભાગે તથા ગળામાં, કમરના ભાગે ઇજાઓ થઇ હતી. જ્યારે સદનસીબે તેમની 4 વર્ષિય પૌત્રીને કોઇ પણ પ્રકારની ઇજા થઇ ન હતી. તેમજ ગાડીનો આગળનો શો તથા એન્જીનના ભાગને મોટુ નુકસાન થયું હતું. ઇજાગ્રસ્ત મહમંદભાઇને 108 દ્વારા છોટાઉદેપુરના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા લઇ જવાયા હતા. આ અકસ્માત સંદર્ભે જુબેરભાઇ ફારૂકભાઇ ભીમલાએ સાગટાળા પોલીસ મથકે અકસ્માતની ઘટના અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...