કાર્યવાહી:ડુંગરપુરથી રૂ 26,400ના બિયર જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બાઈક, મોબાઇલ મળી રૂ 91,400નો જથ્થો જપ્ત
  • જથ્થો આપવા આવેલા MPના બે યુવકો બાઈક મૂકી ફરાર

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામના બૂટલેગરે મંગાવેલો દારૂ આપવા આવેલા મધ્યપ્રદેશના બે પોલીસની રેઇડ જોઇ પોતાની બાઈક મુકી નાસી ગયા હતા. જ્યારે 26,400 રૂપિયાનો જથ્થો તથા બે બાઈક અને એક મોબાઇલ મળી 91,400 રૂપિયાનો મુદ્દામાલ સાથે ડુંગરપુરના બૂટલેગરને ઝડપ્યો હતો.

ડુંગરપુર ગામના રણજીત નરવત ધારવાએ મંગાવેલો ઇંગ્લિશ દારૂ મધ્યપ્રદેશના કઠીવાડાના રાજુભાઇ રાઠવા તથા સુક્રમભાઇ ઉર્ફે સુકો રાઠવા બન્ને જણા અલગ અલગ બાઈક ઉપર લઇને આપવા આવતા હોવાની બાતમી ધાનપુર પી.એસ.આઇ. બી.એમ.પટેલને મળી હતી. જેના આધારે પી.એસ.આઇ. તથા સ્ટાફે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં દારૂ આપવા આવેલા મધ્યપ્રદેશને બન્ને યુવકો બાઈક મુકી નાસી ગયા હતા.

જ્યારે ઇંગ્લિશ બિયરના ટીનની 11 નંગ પેટી જેમાં 264 બોટલો જેની કિંમત રૂા.26,400નો જથ્થો તથા 60,000 રૂ.ની બે બાઈક અને ફોનં નંગ 1 રૂા.5000 મળી કુલ રૂા.91,400ના મુદ્દામાલ સાથે રણજીત નરવત ધારવાને ઝડપી પાડી ધાનપુર પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...