અકસ્માત:​​​​​​​દાહોદના સીંગવડ તાલુકાના આરોડામાં જેસીબીની અડફેટે આવી જતાં બાઈક ચાલકનું મોત

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમા ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ થયું ​​​​​​​

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આરોડા ગામે એક જેસીબીના ચાલકે પોતાનું જેસીબી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ રહ્યો હતો.તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવતાં તેનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

સીંગવડ તાલુકાના આરોડા ગામેથી એક જેસીબીનો ચાલક પોતાના કબજાનું જેસીબી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો .તે સમયે ત્યાંથી પોતાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ આરોડા ગામે ડુંગરી ફળિયામાં રહેતાં મનહરભાઈને જેસીબીના ચાલકે અડફેટમાં લેતાં મનહરભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાયાં હતાં. અને અકસમાતને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં .જ્યાં સારવાર દરમ્યાન મનહરભાઈનું મોત નીપજતાં આ સંબંધે આરોડા ગામે ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ વરસીંગભાઈ બારીઆએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...