અકસ્માત:દાહોદના ફુલપરીમા અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનુ મોત

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માથાના ભાગે ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજયુ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામે એક અજાણ્યા વાહનના ચાલકે વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી એક બાઇક ચાલકને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારી નાસી ગયો હતો. બાઇકના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

સીંગવડ તાલુકાના સીંગાપુર ગામે થાણા ફળિયામાં રહેતાં 25 વર્ષીય અજીતભાઈ રમેશભાઈ પારગી પોતાનુ બાઇક લઇને લીમખેડા તાલુકાના ફુલપરી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન ત્યાંથી એક અજાણ્યા વાહનના ચાલકે પોતાનુ બાઇક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અજીતભાઈના બાઇકને ટક્કર મારતાં અજીત બાઇક સાથે જમીન પર ફંગોળાયો હતો.

ત્યારબાદ આજુબાજુના લોકોએ તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અજીતનું મોત નીપજતાં આ સંબંધે લીમખેડા તાકાના મોટાહાથીધરા ગામે તળાવ ફળિયામાં રહેતાં વિનેશભાઈ બાબુભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...