તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ ઓપરેશન:દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયકની ટીમે ઓપરેશન કરી કિશોરીને બચાવી
  • ગાંઠને કારણે પેટમાં દુખાવો, ઉલ્ટીઓ થતા ખોરાક પણ લઇ શકાતો ન હતો

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરી 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. તબીબોની ટીમે જહેમત ઉઠાવી કરેલી શસ્ત્રક્રિયા બાદ હાલ દર્દીની તબિયત સ્થિર છે. જો આ ગાંઠ વેળાસર કાઢવામાં ન આવી હોત તો દર્દીને વધારે તકલીફ થવાની સંભાવના રહેલી હતી.

ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયક સારવાર કરી રહ્યાં છે
ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયક સારવાર કરી રહ્યાં છે

કિશોરીને અંડાશયમાં ગાંઠ હોવાનું માલૂમ પડ્યુ
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તારીખ 30 મેના રોજ એક 16 વર્ષની કિશોરીને દાખલ કરવામાં આવી હતી. તેણે પેટમાં અસહ્ય દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. આ કિશોરીને પેટમાં દુખાવા સાથે ઉલ્ટીઓ પણ થતી હતી. અને તેને કારણે તે ખોરાક પણ લઇ શક્તી ન હતી. જેથી તેની વિવિધ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયક તેની સારવાર કરી રહ્યાં હતા. તેમણે તેના લોહીના રિપોર્ટ કરાવ્યા હતા અને તેની સાથે સીટી સ્કેન પણ કરાવતાં તેના અંડાશયમાં ગાંઠ હોવાનું માલૂમ પડ્યુ હતુ. જેથી તેનું ઓપરેશન કરવું જરૂરી હતુ. તેના વાલીઓ સાથે ચર્ચા કરી ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. અને તેના માટે વાલીઓએ પણ સંમત્તિ દર્શાવી હતી.

ગાંઠનું વજન 4 કિલો
ગાંઠનું વજન 4 કિલો

આ ગાંઠને ઓવેરીન સાયસ્ટીક માસ કહેવામાં આવે છે
ગાયનેક સર્જન ડો.કનિષ્ક, એનેસ્થેટીસ ડો.અમી અને ડો.આનંદની ટીમ સ્ટાફ નર્સ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. અને કિશોરીના અંડાશયમાંથી ગાંઠ દુર કરવામાં આવવી હતી. ગાંઠનું વજન કરતાં 4 કિલોની છે. આ ગાંઠને ઓવેરીન સાયસ્ટીક માસ કહેવામાં આવે છે. આ ઓપરેશન ખાનગી દવાખાનામાં કરવામાં આવતું તો દર્દીના વાલીઓને મસ મોટો ખર્ચ કરવો પડતો. પરંતુ ઝાયડસમાં નિઃશુલ્ક શસ્ત્રક્રિયા કરાતાં કિશોરીનું જીવન પણ બચી ગયુ છે અને વાલીઓનાં નાંણા પણ બચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...